વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા રાજ્ય કક્ષાનો બાયોલોજિકસ વિષયનો સેમિનાર યોજાયો


SHARE

















મોરબીમાં સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા રાજ્ય કક્ષાનો બાયોલોજિકસ વિષયનો સેમિનાર યોજાયો

ચામડીમાં અસાધ્ય ગણાતા રોગો જેવા કે સોરાયસીસ, પેમ્પફીગસ, સફેદ ડાઘ (કોઢ), ઉંદરી, એલર્જી અને શીળસ જેવા રોગો કે જેમા દર્દીને સ્ટીરોઇડસ જેવી દવાના સહારે જિંદગી જીવવી પડતી હોય છે, જેના પરિણામે લાંબા સમયે ઘણી ગંભીર આડઅસરો થતી હોય છે. પરંતુ પ્રવર્તમાન સમય મા તબિબિ ક્ષેત્રે અવનવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે ચામડી ના અસાધ્ય રોગો થી પીડાતા દર્દીઓ માટે સ્ટીરોઈડ રહીત નવી દવા બાયોલોજીક્સની શોધ થઈ છે.

આ અત્યાધુનિક  દવાઓનો મુંબઈ, દિલ્હી, અને બંગ્લોર જેવા મેગા સીટી મા મોટાભાગે ઉપયોગ થતો હતો, જેનો પ્રચાર પ્રસાર નાના શહેરો મા ન હતો. તેથી ચામડીના રોગોમાં આ દવા ઓનો કઈ રીતે ઉપયોગ કરવો અને દર્દીને મહત્તમ કેમ ફાયદો થઇ શકે એના વિશેના સેમિનારનું અનેરું આયોજન મોરબીના ડર્મિટોલોજીસ્ટ સ્પર્શ ક્લિનીક વાળા ડો. જયેશ સનારીયા તથા દ્રષ્ટિ હોસ્પીટલ વાળા ડો.ભાવેશ દેવાણી દ્વારા મોરબીની ફર્ન હોટલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈ,અમદાવાદજૂનાગઢ, સુરત, રાજકોટ, ગાંધીધામ, રાજકોટ, ગોંડલ, વેરાવળ, પાલનપુર, પાટણ અને મોરબી સહીતના શહેરોના ૭૦ થી વધુ સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સએ ભાગ લીધો હતો અને દરેક મુદ્દાઓ ઉપર વિસ્તૃતમા ચર્ચા કરવામાં આવી હતી. 

આ સેમિનારને સફળ બનાવવામાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજીસ્ટ, વિનેરોલોજિસ્ટ અને લેપ્રોલોજિસ્ટ (IADVL) ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડો.. જગદીશ સખીયા, જોઇન્ટ સેક્રેટરી ડો.પિયુષ બોરખતરીયા તેમજ મોરબી ડર્મેટોલોજિસ્ટ આસોસીએશન અને ડો. ભાવેશ દેવાણી તેમજ સ્પર્શ ક્લિનિકના ડો. જયેશ સનારિયાએ જહેમત ઉઠાવી હતી, તેમજ IPCA લિમિટેડ ફાર્મા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિપુલભાઈ મકવાણા અને અનિલભાઈ  નાજકાણીના સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે ચર્મરોગની બિમારીથી પીડાતા લોકો શારીરીક તેમજ માનસિક યાતનાઓથી સતત પિડાતા રહે છે તેમજ સ્ટીરોઈડ યુક્ત દવાઓ નુ લાંબા ગાળા સુધી સેવન કરવાથી ગંભીર આડઅસરો જોવા મળે છે ત્યારે અસાધ્ય રોગો મા સ્ટીરોઈડ રહીત દવાઓ નો ઉપયોગ લોકો ને ગંભીર આડઅસરો માંથી બચાવી શકે છે. નજીક ના ભવિષ્ય મા મોરબી જેવા ગુજરાત ના અન્ય નાના શહેરો મા પણ આવી દવાઓ ઉપલબ્ધ બની રહેશે જેથી મહદ્અંશે લોકો ને સ્ટીરોઈડ ની આડઅસરમાંથી મુક્તિ અપાવી શકાશે તેમ ડો. જયેશ સનારીયા તથા ડો. ભાવેશ દેવાણીએ જણાવ્યુ છે.




Latest News