મોરબીમાં સ્કીન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા રાજ્ય કક્ષાનો બાયોલોજિકસ વિષયનો સેમિનાર યોજાયો
ટંકારા નજીક આવેલ મઢૂલી હોટલ પાસેથી યુવાનના બાઈકની ચોરી
SHARE









ટંકારા નજીક આવેલ મઢૂલી હોટલ પાસેથી યુવાનના બાઈકની ચોરી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મઢૂલી હોટલ પાસે યુવાને તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં રહેતા સલીમભાઈ અબુભાઈ પીલુડીયા જાતે ઘાંચી (૪૬) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યું હતપ કે ગત તા.૧૨-૫ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી તેઓએ મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલી મઢૂલી હોટલ નજીક તેઓની ઓફિસ બહાર તેમનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૪૧૨૪ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક કોઈ અજાણ્યો શખ્સ રાત્રી દરમિયાન ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા ટંકારા તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદ તાલુકાના રણમલપુર ગામના વતની દેવકરણભાઈ કેશવજીભાઇ પારેજીયા નામના ૪૭ વર્ષથી આધેડ ગામ તરફથી હળવદ જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા બધીબેન ત્રીકુભાઇ ચૌહાણ નામના ૬૦ વર્ષીય વૃદ્ધા પોતાના પૌત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતાં તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામનો શબ્બીર ઇબ્રાહીમ દેકાવાડીયા નામનો ૨૩ વર્ષીય યુવાન તેનું બાઇક લઇને સીંધાવદર અને અમરસર ગામની વચ્ચેથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જવાથી ઇજાગ્રસ્ત થયેલા શબ્બીરને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
