મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયાના મોટા દહીસરા ગામ પાસે બાઈક આડે રોજડુ ઉતરતાં અકસ્માત: માતાનું મોત, દીકરીને ઇજા


SHARE









માળીયાના મોટા દહીસરા ગામ પાસે બાઈક આડે રોજડુ ઉતરતાં અકસ્માત: માતાનું મોત, દીકરીને ઇજા

માળીયા તાલુકાના મોટા દહીસરા ગામ પાસેથી પસાર થતા મોટરસાયકલ આડે રોજડુ ઊતર્યું હતું જેથી કરીને બાઇકમાં દઇ રહેલ મહિલા અને તેની દિકરીને થઇ હતિ અને ઈજા પામેલ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી કરીને સ્થાનિક પોલીસને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ઓટડા ગામે રહેતાં મેહુલભાઈ છાપરિયાના પત્ની જસુબેન મેહુલભાઈ સાપરિયા (ઉંમર વર્ષ 22) ગઇકાલે તેના ભાઇ કિશોરભાઇને બાઇકમાં બેસીને મોટા દહીસરા ગામથી પીપળીયા ચોકડી પાસે આવેલ દવાખાને તેની દીકરી તેજલ (ઉંમર વર્ષ 6) ને તાવ આવતો હોય તેની દવા માટે જઈએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કિશોરભાઈના બાઈકની આડે રોજડુ ઊતર્યું હતું જેથી કરીને અકસ્માતનાં બનાવ બન્યો હતો જેમાં તેજલ અને તેની માતા જસુબેન બંનેને ઈજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી આયુષ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં મોરબી ખાતે તેજલની સારવાર ચાલી રહી છે જોકે જસુબેનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જશુબેન નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News