મોરબી જિલ્લા કૉંગ્રેસ દ્વારા મોંઘવારી-અગ્નિપથ યોજનાનો વિરોધ: ધરણાં યોજાયા
વાંકાનેર પાલિકાને ડિસ્કવોલીફાઇડ કરવાની સરકારની નોટિસના તરફેણમાં ૩-વિરોધમાં ૧૮ મત પડ્યા
SHARE









વાંકાનેર પાલિકાને ડિસ્કવોલીફાઇડ કરવાની સરકારની નોટિસના તરફેણમાં ૩-વિરોધમાં ૧૮ મત પડ્યા
વાંકાનેર પાલિકામાં આજે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના ૨૭ પૈકીનાં ૨૧ સભ્યો હાજર રહ્યા હતા અને થોડા સમય પહેલા વહીવટી અને નાણાકીય બાબતોને લઈને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર પાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી તેનો સાત પેઇજનો જવાબ આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકાને ડિસ્કવોલીફાઇડ કરવાના વિરોધમાં પ્રમુખ સહિત ૧૮ મત પડ્યા હતા અને સમર્થનમા ૩ મત પડ્યા હતા અને આજે થયેલ સામાન્ય સભામાં કરવામાં આવેલ કાર્યવાહીને સરકારમાં મોકલાવવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યુ છે
વાંકાનેર નગરપાલિકા મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની ગઈ હતી અને થોડા દિવસો પહેલા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી અને વાંકાનેર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ફરજો બજાવવામાં નિષ્ફળ ગયેલ હોય વાંકાનેર નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૬૩ (૧) હેઠળ નોટિસ આપવામાં આવી હતી અને પાલિકાના જનરલ બોર્ડ સમક્ષ તુર્તજ નોટિસ રજુ કરી નોટિસ સંદર્ભે જે કાંઈ રજૂઆત કરવાની હોય તેનો લેખિત ખુલાસો જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે આપવાનું કહેવામા આવ્યું હતું
જેથી કરીને આજે વાંકાનેર પાલિકામાં પ્રમુખની હાજરીમાં પાલિકા ખાતે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં પાલિકાના ૨૭ સભ્યોમાંથી ૨૧ સભ્યો હાજર રહ્યા હતા અને સરકાર તરફથી જે કારણદર્શક નોટિસ વાંકાનેર પાલિકાને આપવામાં આવી છે તેને પાલિકાના જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બોર્ડમાં હજાર રહેલા સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં આ નોટિસની તરફેણમાં ત્રણ અને વિરોધમાં ૧૮ મત પડ્યા હતા વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બોર્ડમાં રજૂ કરવામાં આવેલ નોટિસની સામે સાત પેઇજનો જવાબ તૈયાર કરીને આપવામાં આવેલ છે જે ચીફ ઓફિસર દ્વારા સરકારમાં મોકલાવવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, પાલિકાને ડિસ્કવોલીફાઇડ કરવાની નોટીસના વિરોધમાં પ્રમુખ સહિત ૧૮ મત પડ્યા હતા અને સમર્થનમા ૩ મત પડ્યા છે અને જે છ સભ્યો બોર્ડમાં હાજર ન હતા તે પૈકીનાં પાંચ સભ્યો દ્વારા લેખિતમાં સરકાર જે કરે તેની સાથે સહમતી આપી હોવાનું પાલિકના સભ્ય પાસેથી જાણવા મળેલ છે જો કે, સાત પેઇજના જવાબમાં શું લખવામાં આવ્યું છે તેની કોઈ માહિતી હજુ સામે આવેલ નથી
