માળીયાના મોટા દહીસરા ગામ પાસે બાઈક આડે રોજડુ ઉતરતાં અકસ્માત: માતાનું મોત, દીકરીને ઇજા
મોરબી જિલ્લા કૉંગ્રેસ દ્વારા મોંઘવારી-અગ્નિપથ યોજનાનો વિરોધ: ધરણાં યોજાયા
SHARE









મોરબી જિલ્લા કૉંગ્રેસ દ્વારા મોંઘવારી-અગ્નિપથ યોજનાનો વિરોધ: ધરણાં યોજાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના આદેશ અનુસાર કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે તેના વિરોધમાં સોમવારે આખા ગુજરાત વિરોધ પ્રદર્શન અને ધારણાના કાર્યક્રમ યોજવામાં આવ્યા આવ્યા હતા ત્યારે મોરબી કલેકટર કચેરી સામે શાંતિપૂર્વક અને અહિંસક ધરણાંનો કાર્યક્રમ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં રાખેલ હતો તેમાં દિનેશભાઇ પરમારા, મુકેશભાઇ ગામી, એલ.એમ. કંઝારીયા, કે.ડી.પડસુબિયા, દિલીપભાઇ સરડવા, કે.ડી, બાવરવા સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા, તાલુકા અને શહેર કૉંગ્રેસના હોદેદારઓ, ચૂંટાયેલ સદસ્ય-ઉમેદવારો સહિતના હાજર રહ્યા હતા
