મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦મી જૂન સુધી ચાલુ


SHARE











મોરબી જીલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦મી જૂન સુધી ચાલુ

મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માટેની પ્રથમ તબક્કાની પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા આગામી ૩૦મી જૂન સુધી લંબાવવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1. Internet Banking. 2. Credit Card 3. UPI ID-UPI QR Code. 4. NEFT વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔદ્યોગિક  તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે સેન્ટર કાર્યરત છે.વધુ માહિતી માટે  સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (૪) જાતીનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધાર કાર્ડ (૬) પાસપોર્ટ  સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક (મરજીયાત) (૮) આવકનો દાખલો  (૯) BPL (જો લાગુ પડતું હોય) સહિતના જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે  ૯૬૦૧૧૦૦૬૩૮, ૮૩૨૦૧૬૯૫૯૯, ૯૭૧૨૧૫૭૪૧૭ નંબર પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

ટંકારા આઇ.ટી.આઇ.માં ૨૯મી જૂને ઔદ્યોગિક ભરતીમેળો

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News