મોરબી જીલ્લામાં આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦મી જૂન સુધી ચાલુ
મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળે કર્યુ ફૂલ સ્કેપચોપડા અને બોલપેન વિતરણ
SHARE









મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળે કર્યુ ફૂલ સ્કેપચોપડા અને બોલપેન વિતરણ
શ્રી મોરબી સ્થાનકવસી જૈન યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજના ધોરણ ૩ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફૂલ સ્કેપચોપડા તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.શ્રી મોરબી સ્થાનકવસી જૈન યુવક મંડળના નોટબૂક વિતરણ પ્રોજેક્ટમાં મોરબી સ્થાનકવસી જૈન સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, યુવક મંડળ પ્રમુખ મનોજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જયભાઈ મહેતા, મંત્રી રાજુભાઈ ગાંધી, ખજાનચી વિપુલભાઈ દોશી, દેવિકાબેન મહેતા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.મંડળના હોદેદારો તેમજ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
