મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સીવણ કેન્દ્ર ખુલ્લું મુકાયું
મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા સંકલ્પ લેવડાવાયો
SHARE









મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા યુવાનોને ડ્રગ્સથી દુર રહેવા સંકલ્પ લેવડાવાયો
મોરબીમાં વિશ્વ માદક પદાર્થ નિષેધ દિવસ અનુસંધાને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે માદક પદાર્થ વિરોધ દિવસનાં અનુસંધાને શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજ મોરબીનાં એનસીસી ઓફિસર બી.એમ.શર્મા તથા જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે.એમ.આલ દ્વારા ડ્રગ્સની વ્યક્તિના જીવન તેમજ પરીવારની ઉપર કેવી વિપરીત અસર પડે છે તે મુદદે વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું જેમાં આચાર્ય ડી.એ.ગોગરા, એલ.અમે.ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર દીપેનભાઈ ભટ્ટ દ્વારાં એનસીસી કેડેટને સમાજમાં ફેલાતાં નશીલા પદાર્થો અંગેની જાગૃતિ લાવીશુ તેવો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો.
મોરબીમાં સીવણ ક્લાસ, ફેન્સી વર્ક, મોતીકામ, દોરીકામ, ઉનકામ, માચી કામના વર્ગમાં જોડાવા અપીલ
શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી સંચાલિત સ્વ.સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.માત્ર સતવારા નવગામ જ્ઞાતિની બહેનોને યાદીમાં જણાવવામાં આવેલ છેકે શ્રી સતવારા નવગામ જ્ઞાતિ -મોરબી સંચાલિત સ્વ.સુશીલાબેન સુરેશકુમાર પરમાર મહિલા ઉદ્યોગ તાલીમ કેન્દ્રમાં તા.૧-૭-૨૨ થી શરૂ થતા સીવણ ક્લાસ તેમજ ફેન્સી વર્ક કે જેમાં મોતી કામ, દોરી કામ, ઉન કામ, માચી કામના સત્રમાં દાખલ થવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.અરજી ફોર્મ મેળવીને તા.૩૦-૬ સુધીમાં પહોંચાડવાનું રહેશે.અરજી ફોર્મ મેળવવા અને પહોંચાડવા શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા, મહિલા સીવણ ક્લાસ, ઉપરના માળે, કાલીકા પ્લોટ, પરસોતમ ચોક પાસે, રવાપર રોડ, મોરબી ખાતેથી ફોર્મ મેળવીને જાહેર રજા સિવાય બપોરે ૧ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં પહોંચાડવાનું રહેશે તેમ લખમણભાઇ એમ.કંઝારિયા (પ્રમુખ સતવારા નવગામ જ્ઞાતિ) એ યાદીમાં જણાવેલ છે.
