મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર કેનાલ રોડ એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત


SHARE

















મોરબીના લીલાપર કેનાલ રોડ એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામેથી પસાર થતા એક્ટિવાને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી એકટીવા ઉપર જતા પિતા-પુત્રમાંથી પુત્રને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું ઘટના સ્થળે જ પિતાની નજર સામે જ મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના પિતાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં મૃતક યુવાનના મિત્ર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે આસોપાવલ સોસાયટી બ્લોક નંબર ૩૦૧ માં રહેતા શૈલેષભાઈ ઉર્ફે લાલાભાઇ પ્રભુભાઈ વિઠલાપરા જાતે પટેલ (૩૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના રવાપર રોડ ઉપર એપલ એપાર્ટમેન્ટના બ્લોક નં- ૩૦૧ માં રહેતા તેના મિત્ર દિવ્યેશભાઈ કેશવજીભાઇ પટેલ અને તેના પિતા કેશવજીભાઇ પટેલ બંને એકટીવા નંબર જીજે ૩ ડીક્યૂ ૫૬૦૭ લઈને જોધપર ગામથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાસે પહોંચતા સામેથી આવતી ફોરવીલ કાર નંબર જીજે ૩૬ એલ ૪૮૬૫ ના ચાલકે પોતાના વાળી કાર પૂરઝડપે બેફિકરાઈથી ચલાવીને એક્ટિવાને સામેથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં દિવ્યેશભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે તણા પિતાની નજર સામે મોત નિપજ્યું હતું અને તેના પિતા કેશવજીભાઇ પટેલને પેટના ભાગે અને બંને પગના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને મૃતક યુવાનના મિત્ર શૈલેષભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને અકસ્માત સર્જનાર કારચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.




Latest News