મોરબીના લીલાપર કેનાલ રોડ એક્ટિવાને કાર ચાલકે હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત
હળવદના માનસર પાસે ત્રિપલ સવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા એક યુવાનનું મોત : બેને ઇજા
SHARE









હળવદના માનસર પાસે ત્રિપલ સવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા એક યુવાનનું મોત : બેને ઇજા
હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતાં બાઇકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બાઇક ઉપર જઇ રહેલા ત્રણ યુવાનો પૈકી એકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં અકસ્માતના આ બનાવમાં ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામના બસ સ્ટેન્ડ પાસેથી બાઇક નંબર જીજે ૧૩ કેકે ૧૩૪૯ લઈને રાજેશભાઈ, મનોજભાઈ અને અલ્પેશભાઈ પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓના આ બાઇકને ટ્રક નંબર જીજે ૨૭ ટીટી ૬૧૧૨ ના ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને બાઇક ઉપર જઇ રહેલા ત્રણેય યુવાનો રસ્તા ઉપર પટકાયા હતા અને ત્રણેયને ઇજા થઇ હતી જેમાં અલ્પેશભાઈ કાળુભાઇ રાઠોડ (૨૨) રહે. મૂળ છોટાઉદેપુર હાલ રહે સરા રોડ રઘુનંદન સોસાયટી વાળાને વધુ ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને રાજેશભાઈ તેમજ મનોજભાઇને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં હાલમાં પોલીસે મહેશભાઈ ત્રિભોવનભાઇ ચાવડા જાતે દલવાડી (ઉંમર ૩૩) રહે. સિદ્ધિવિનાયક ટાઉનશીપ હળવદ વાળાની ફરિયાદ લઈને ટ્રકચાલકની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોળીઓ પી ગયા
મોરબી તાલુકાનાં મોડપર ગામે મહેશભાઇ મોમજીભાઈ ડાભી (૩૩) બીમારીની વધુ પડતી ગોળીઓ પી ગયો હતો જેથી કરીને તેને બે બેભાન હાલતમાં અહીથી રાજકોટ ખાતે સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
