Morbi Today
મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી
SHARE









મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી
વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાત્સલ્ય ફાઉન્ડેશનના પ્રમુખ પરેશ પારીઆ અને નંદીની પારીઆની પુત્રી ડ્રિસના પારીઆનો તા.૨૭-૬ ના પોજ જન્મદિવસ હોય અને તે પાંચ વર્ષની ઉમર પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષોવાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.પરસોતમ ચોક ખાતે આવેલ રાધે-કૃષ્ણ અને શનિદેવ મંદિરના પટાંગણમાં પાંચ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ સમયે પરસોતમ ચોક ુાસે રહેતા પરેશભાઇ કચોરીયા સહીતના સ્થાનીકોએ ઉપસ્થિત રહીને ડ્રિસનાને જન્મદિવસે આશિર્વાદ આપ્યા હતા.ડ્રીસનાના માતા-પિતા પરેશ પારીઆ અને નંદીની પારીઆ દ્વારા દર વર્ષે વૃક્ષો વાવી તેનું જતન પણ કરવામાં આવે છે.
