મોરબી આપ આગેવાનની દિકરી ડ્રિસના પારીઆના જન્મદિવસની વૃક્ષારોપણ કરી કરાઇ ઉજવણી
મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના બેલા પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના બેલા ગામ પાસે તળાવમાં કોઈપણ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને તેને બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે તળાવના પાણીમાં ડૂબી જવાના કારણે બેલા ગામ પાસે આવેલ ઇવોના સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં કામ કરતા બૂધલૂભાઈ સુરૂભાઈ ઘૂટવાડ (૨૮)નું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને તળાવના પાણીમાંથી બહાર કાઢીને નરસિંગભાઈ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે મોરબીના વજેપર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો રાજેશ લાડુરામ પુનિયા જાતે જાટ નામનો ૪૦ વર્ષીય યુવાન તેના ઘરે હતો દરમિયાન તેને હાર્ટએટેક આવી જતાં બેભાન હાલતમાં ૧૦૮ વડે સિવિલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હપેશભાઇ ચાવડાએ પહોંચીને અંગે તપાસ હાથ ધરી હતી.
રીક્ષામાંથી પડી જતા ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો અકબર ઇશાકભાઇ નોતીયાર નામનો ૪૪ વર્ષીય યુવાન રીક્ષામાં જતો હતો દરમિયાનમાં તે રિક્ષામાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રોટરીનગર ગામના રહેવાસી મીનાબેન દેવરામભાઈ રામાનુજ નામની એકવીસ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે માળીયા હાઈવે ઉપર જ ભરતનગર ગામની પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી મીનાબેનને સારવાર માટે ખસેડાયા હતા.
