ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

ટકાવારીના પડઘા: મોરબી પાલિકામાં કોંગ્રેસ દ્વારા તાળાબંધીનો પ્રયાસ, વિજિલન્સ તપાસની માંગ


SHARE

















ટકાવારીના પડઘા: મોરબી પાલિકામાં કોંગ્રેસ દ્વારા તાળાબંધીનો પ્રયાસ, વિજિલન્સ તપાસની માંગ

મોરબી પાલિકાના પટાંગણમાં થોડા દિવસો પહેલા પાલિકા પ્રમુખના પતિ અને મહિલા ચેરમેનના પતિ ટકાવારીની વાત કરતાં હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે તો પણ કોઈ પગલાં અધિકારી કે ભાજપ દ્વારા લેવામાં આવેલ નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પાલિકાને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે કોંગ્રેસનાં આગેવાનો પાલિકાએ પહોચ્યા હતા તે પહેલા જ પોલીસ કાફલાને પાલિકાના દરવાજે રાબેતા મુજબ કોંગ્રેસની સામે ધરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર બંધ કરો, લોકોને સુવિધા આપો, ભાજપ હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા પાલિકાને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કોંગ્રેસનાં આગેવાનોને રોકવામાં આવ્યા હતા જેથી આવેદનપત્ર આપીને કોંગી આગેવાનોએ સંતોષ માન્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ હુંબલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી, કે.ડી. બાવરવા, અશ્વિનભાઈ વિડ્જા, મહેશભાઈ રાજ્યગુરુ, દિવ્યરાજસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.




Latest News