ટકાવારીના પડઘા: મોરબી પાલિકામાં કોંગ્રેસ દ્વારા તાળાબંધીનો પ્રયાસ, વિજિલન્સ તપાસની માંગ
મોરબીના સિરામિક ઉદ્યોગને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકાવવા માટે સરકાર વૈકલ્પિક ફ્યુલની વ્યવસ્થા કરે તે અનિવાર્ય
SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકાવવા માટે સરકાર વૈકલ્પિક ફ્યુલની વ્યવસ્થા કરે તે અનિવાર્ય
મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી જેથી કરીને ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમ્યાનગીરીના લીધે હાલમાં યુએઇમાં જે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ કે જે હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેને યુએઇનું માર્કેટ પણ મળશે
મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે જો કે, જીસીસીના છ દેશમાં સિરામિક ઉદ્યોગની કમર તૂટી જાય એવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી માટે ઉદ્યોગકારો હેરાન હતા અને તેને હટાવવાની માંગ કરતાં હતા જે હાલમાં દૂર કરવામાં આવી છે જેથી કરીને ઉદ્યોગકારોને ત્યાનું માર્કેટ સર કરવાની આશા બંધાણી છે તેવું મોરબી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ છે
દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે જો કે, ચાઈનાની અંદર આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે અને મોરબીમાં ટેક્સ સાથે આજની તારીખે ૫૮ રૂપિયાથી વધુના ભાવથી ગેસ ઉદ્યોગકારોને સપ્લાય કરવામાં આવે છે ત્યારે ઇન્ટર નેશનલ માર્કેટમાં અહીના ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ વાણી ગયું છે અને ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સિરામિકના ઉત્પાદન માટે જો વૈકલ્પિક ફ્યુલની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તો અહીના ઉદ્યોગને બળ મળે તેવી શકયતા છે હાલમાં ગેસ ઉપરાંત અન્ય રીમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ ઘટ્યું છે ત્યારે યુએઇમાંથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી દૂર કરવામાં આવી છે જેથી ત્યાં ડિમાન્ડ વધશે તેવી અહીના ઉદ્યોગકારોને અપેક્ષા છે તેવું સિરામિક ઉદ્યોગકાર નિલેષભાઈ પટેલએ જણાવ્યુ છે
મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, સાઉદી અરેબિયા ભારતના સિરામિક માટે સૌથી મોટું માર્કેટ છે અને ત્યાં છેલ્લા ઘણા સમયથી ચાઈના કરતા ભારતની ટાઈલ્સ ઉપર બમણી કરતાં પણ વધુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી હતી જેથી કરીને આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી હતી તેવામાં તાજેતરમાં ફોરેન ટ્રેડના જે કરાર કરવામાં આવેલ છે જેમાં સિરામિક ટાઇલ્સનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીની સિરામિક ટાઇલ્સ ચાઈના કરતાં ત્યાં સસ્તી થશે જેથી કરીને ભારતના ઉદ્યોગકારો ચાઈનાને ત્યાં ટક્કર મારી શકશે વધુમાં પ્રમુખે જણાવ્યુ હતું કે, જીસીસીના છ દેશ છે જેમાથી કતાર, કુવેત અને ઓમાનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેવામાં આવી રહી ન હતી અને યુએઇ, સાઉદી અરેબિયા અને બહેરીનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેવામાં આવી રહી હતી તેમાંથી યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી હાલમાં ભારત સરકારની દરમ્યાનગીરીથી યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર થયેલ છે જેથી હાલમાં અહીના ઉદ્યોગકારોને ઑક્સીજન મળી રહેશે
મોરબી પંથકના સિરામિક અને સેનેટરી વેર્સના કારખાનાને ચાલુ છે તેમાંથી મોટાભાગના ઉદ્યોગકારોને સાઉદીમાં માલ સપ્લાઈ કરવાનો હોય છે જો કે, સાઉદીના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો પ્રશ્ન હતો તેમાંથી હાલમાં કરવામાં આવેલ ફોરેન ટ્રેડના કરારના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી નો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો કે જેનો ધંધો ઓક્સીજન ઉપર આવી ગયો હતો તેને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાહત મળી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી
