મોરબી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન લોકોને સરકારી યોજનાઓની માહિતી લાભો અપાશે: કલેકટર
મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ
SHARE









મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને ગુજરાતમાં મંદિરના પુજારીઓને જીવનનિર્વાહ માટે પગાર અને ભથ્થા નિયમીત મળે તેના માટેની માંગ કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના માજી ઉપપ્રમુખ અને મોરબી કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, હિન્દુત્વવાદી વિચારધારા સાથે લોકસેવા કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલ નાનામોટા અસંખ્ય મંદિરોમાં વર્ષોથી પૂજબ અર્ચન કરતાં પૂજારીઓને તેનો તેમજ તેના પરિવારનો જીવન નિર્વાહ કરવા માટે પગાર અને ભથ્થા આપવામાં આવે તે જરૂરી છે
