મોરબી કોંગ્રેસનાં આગેવાને ગુજરાતનાં મંદિરોના પૂજારીઓને પગારની કરી માંગ
મોરબીના વીરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા આપવા સરપંચની માંગ
SHARE









મોરબીના વીરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટીની સુવિધા આપવા સરપંચની માંગ
મોરબી તાલુકાના વીરપરડા ગામના વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા મળી રહી નથી જેથી કરીને આ મુદે ગામના યુવા સરપંચ દ્વારા એસટી વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને બસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે
મોરબી તાલુકાનાં વીરપરડા ગામના સરપંચ અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ મોરબી એસટી ડેપોના મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં જણાવ્યુ છે કે, વિ૨૫૨ડા ગામની પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને દ૨રોજ અભ્યાસ ક૨વા માટે મોડ૫૨ ગામે જવુ પડતુ હોય છે અને ધો. ૬ થી ૮ ના કુલ ૨૫ જેટલા વિદ્યાર્થીઓ છે જે અપડાઉન કરે છે. અને મોડપર પ્રાથમીક શાળાનો સમય સવારે ૧૧ થી સાંજના પ વાગ્યાનો છે. જેને ઘ્યાનમાં લઈ સવારે ૯:૩૦ કલાકે મો૨બીથી ઉપડી બસને વિરપરડા આવે અને આ બધા વિદ્યાર્થીઓને રીર્ટન ફેરામાં વિ૨૫૨ડાથી મોડપર મૂકવામાં આવે અને આવી જ રીતે બપોર પછીનો કુંતાસીનો ફેરો ૩:૪૫ વાગ્યે મોરબીથી ઉપડે છે તેને લેઈટ કરીને ૪:૧૫ વાગ્યે ઉપાડે તો મોડ૫૨થી વિદ્યાર્થીઓને વીરપરડા સુધી લાવી શકાય તેમ છે જેથી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે
