મોરબીમાં હદપારીનો ભંગ કરનાર શખ્સની ધરપકડ: વધુ એક ગુનો નોંધાયો
મોરબીના વીસીપરા-નીચી માંડલ પાસે જાહેરમાં બખેડા કરનારા ત્રણ શખ્સની સામે કાર્યવાહી
SHARE









મોરબીના વીસીપરા-નીચી માંડલ પાસે જાહેરમાં બખેડા કરનારા ત્રણ શખ્સની સામે કાર્યવાહી
મોરબી જિલ્લામાં જાહેર જનતાને ખલેલ પહોંચાડનારા અને જાહેરમાં બખેડા કરનારા શખ્સોની સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર બે શખ્સો દ્વારા જાહેરમાં બખેડો કરવામાં આવતો હોય તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો તેવી જ રીતે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ દ્વારા જાહેરમાં ગાળો બોલીને અસભ્ય અન અશોભનીય વર્તન કરવામાં આવતું હતું જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના વિસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસે લાઈટના અજવાળામાં જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે અને સુલેહ શાંતિનો ભંગ થાય તેવી રીતે છુટા હાથની બે શખ્સો દ્વારા મારામારી કરીને બકેડો કરવામાં આવતો હતો જેથી કરીને પોલીસે હાલમાં અહેમદહુસેન ઈબ્રાહીમભાઈ ભટ્ટી જાતે મિયાણા (ઉંમર ૩૮) અને વિજયભાઈ ઉર્ફે જયંતિ સામતભાઈ ઇન્દરીયા જાતે કોળી (ઉમર ૨૮) રહે. બંને કેશવાનંદ બાપુના આશ્રમ પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ ૧૬૦ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરેલ છે
મોરબી તાલુકાના નીચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ શખ્સ દ્વારા ગાળો બોલીને અશોભનીય અને અસભ્ય વર્તન કરીને જાહેર જનતાને ખલેલ પહોંચાડવામાં આવતી હોય પોલીસ દ્વારા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં નીચી માંડલ ગામની સીમમાં શ્યામ માઈકોનની મજૂરની ઓરડીમાં રહેતા મુકેશભાઈ જીવણભાઈ મયડા જાતે આદિવાસી ભીલ (૨૮) નામના શખની ધરપકડ કરી તેની સામે આઇપીસી કલમ ૧૧૦ અને ૧૧૭ મુજબ ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથ ધરેલ છે
