વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના જુના નાગડાવાસ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દાદાની નજર સામે માથું ચગદાઈ જવાથી પૌત્રનું મોત


SHARE

















મોરબીના જુના નાગડાવાસ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દાદાની નજર સામે માથું ચગદાઈ જવાથી પૌત્રનું મોત

મોરબી તાલુકાના જુના નાગડાવાસના પાટીયા પાસેથી પસાર થઈ રહેલૂ બાઇક રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે કટમાં ડમ્પર ચાલકે તે બાઇકને અડફેટે લીધું હતું જેથી દાદાની સાથે બાઈકમાં બેસીને જઇ રહેલ પૌત્ર બાઈકમાંથી નીચે પડી ગયો હતો અને તેના માથા ઉપર ડમ્પરના ટાયર ફરી વળતાં માથું ચગદાઈ જવાના લીધે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતું અને આ બનાવની મૃતક તરુણના દાદાએ અજાણ્યા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા પ્રેમજીભાઈ જેરામભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૬૦) પોતાના પૌત્ર મુન્નાભાઈ ખોડાભાઈ ભીમાણી જાતે કોળી (ઉંમર ૧૬) ને પોતાના બાઇક નંબર જીજે ૩૬ એબી ૩૮૦૭ માં પાછળ બેસાડીને મોરબી માળીયા હાઈવે ઉપર જુના નાગડાવાસ ગામ પાસે આવેલ રામદેવ હોટલ નજીક રોડની કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે પ્રેમજીભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ તેનો પૌત્ર મુન્નાભાઈ રસ્તા ઉપર પડી જતા તેના માથા ઉપરથી ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા હતા જેથી માથું ચગદાઈ  જવાના કારણે મુન્નાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતક તરુણના દાદાની ફરિયાદ લઈને અજાણ્યા ડમ્પર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાનાં ચરાડવા ગામથી મોરબી તરફ આવતા રસ્તા ઉપરથી મોરબીમાં રહેતા અજીમભાઈ કાસમભાઈ પાયક જાતે મુસ્લિમ (૨૮) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૨૪૯૭ લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે ચરાડવા પાસે ટ્રક નંબર આરજે ૨ જીબી ૧૭૫૦ ના ચાલકે રોંગ સાઇડમાં આવીને તેના વાહનની ફૂલ લાઈટ કરી હતી અને બાઈક સાથે ટ્રક અથડાવ્યો હતો જેથી બાઇક ઉપર જઇ રહેલા યુવાનને બંને પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી અને ટ્રક ચાલક પોતાના હવાવાળો ટ્રક અકસ્માત સર્જીને લઈને નાસી છુટ્યો હતો જેથી યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News