માળીયા (મિ)ના નાના દહીસરા ગામે ઘરે વિજશોર્ટ લાગતા મહિલાનું મોત
મોરબીમાં હદપારીનો ભંગ કરનાર શખ્સની ધરપકડ: વધુ એક ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં હદપારીનો ભંગ કરનાર શખ્સની ધરપકડ: વધુ એક ગુનો નોંધાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ અમરેલી રોડ ઉપર યમુના પાર્ક જવાના રસ્તે નીધી પાર્કની પાછળના ભાગમાં મફતિયાપરામાં રહેતા શખ્સને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદ પાર કરવામાં આવેલ હતો તો પણ મફતિયા પારામાં હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ત્યાં ચેક કરતાં હદ પાર કરવામાં આવેલ શખ્સ ત્યાંથી મળી આવતા હદપારીનો ભંગ કર્યો હોવાથી તેની સામે વધુ એક ગુનો નોંધીને પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના અમરેલી રોડ ઉપર યમુના પાર્ક જવાના રસ્તે નીધી પાર્કની પાછળના ભાગમાં આવેલ મફતિયા પરા વિસ્તારમાં રહેતા અબુભાઈ ફતેમાદભાઈ કટીયા જાતે મિયાણા (ઉંમર ૩૨) ને તા ૧૨/૭/૨૧ થી ૧૨ મહિના સુધી મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાંથી હદ પાર કરવાનો હુકમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો જેથી કરીને તેને આ જિલ્લાની બહાર મૂકી આવવામાં આવ્યો હતો તેમ છતાં પણ હદપારિના હુકમનો ભંગ કરીને આરોપી મોરબીના અમરેલી રોડ ઉપર નિધિ પાર્કની પાછળના ભાગમાં આવેલ મફતીયપરામાં આવ્યો હોવાની માહિતી બી ડિવિઝન પોલીસને મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં ચેક કરવામાં આવતા સ્થળ ઉપરથી અબુભાઈ ફતેમામદ કટિયા મળી આવતા તેની સામે વધુ એક ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
એક બોટલા દારૂ
મોરબીના પંચાસર રોડ પર આવેલ ક્રિષ્ના ઓફિસ પાસેથી પસાર થતા શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને સૂઝલભાઈ ચંદુભાઈ પાંચોટિયા જાતે પટેલ (ઉંમર ૩૩) રહે. વાવડી રોડ પ્રભુનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
