મોરબી પાલિકાની બેદરકારીથી નહેરૂગેટ ચોકમાં ઉભરાતી ગટર, કચરાના ઢગલા: રમેશભાઈ રબારી
SHARE









મોરબી પાલિકાની બેદરકારીથી નહેરૂગેટ ચોકમાં ઉભરાતી ગટર, કચરાના ઢગલા: રમેશભાઈ રબારી
મોરબી પાલિકામાં ભાજપ સતા ઉપર છે ત્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ સારી રીતે મળી રહી નથી એટ્લે જ તો મોરબીના હાર્દ સમાન નહેરુગેઇટ ચોકમા ઉભરાતી ગટર, કચરાના ઢગલા સહિતના પ્રશ્નો છે અને પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં મોરબી પાલિકાના નિષ્ફળ ગયેલ છે અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારમાં પાવરધા છે તેવા આક્ષેપ કરીને જીલ્લા કોંગ્રેસ દ્રારા તાળાબંધનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો
મોરબી પાલીકા તાળા મારવાને જ લાયક છે કારણ કે ગામ આખાની વાત સાઇડમાં મુકીને વાત કરીએ મોરબી શહેરના હાર્દ સમાન નહેરૂ ગેટની તો ગામની રોનક સમાન નગર દરવાજા ચોકની પાસે રોજ સવાર સાંજ હજારો લોકો આવન જવન કરે છે તેમાં પાલિકાના અઘિકારી-પદાધિકારીઓ પણ ત્યાંથી નીકળે છે પણ આ લોકોને છેલ્લા ઘણા દિવસથી જય હિંન્દ ટોકીઝની પાસે મેઇન રોડ ઉપર ઉભરાતી ગટરની ગંદકીને જોતાં નથી અથવા તો તેની સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને ગટરનો ગંદો કચરો પણ ઉપાડ્યા વગર જ રોડ ઉપર પડ્યો છે તે પણ દેખતો નથી..! તેમણે વધુમાં કહ્યું છે કે, નિષ્ફળ અને પ્રજા વિરોઘી તેમજ લોકોનો મત જાણ્યા વગર મનફાવે તેવી મનમાની કરતી ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોરબીના હાર્દ સમા નહેરૂ ગેટ પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી દેખાતા નથી કે જાણી જોઇને કામ કરતા નથી..? અને ભાજપ શાસિત નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સાવ નિષ્ફળ ગયેલ છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે.
