મોરબી પાલિકાની બેદરકારીથી નહેરૂગેટ ચોકમાં ઉભરાતી ગટર, કચરાના ઢગલા: રમેશભાઈ રબારી
મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ
SHARE









મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ
મોરબી નજીકના ઉંચી માંડલ ગામે વૃદ્ધની ૧૫૫૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે ખોટા દસ્તાવેજ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવેલ છે અને તેના આધારે લેઆઉટ પ્લાન મંજૂર કરાવનાર બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ઉચી માંડલ ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે મવડી પોલીસ હેડ ક્વાર્ટર સામે સંકેત હાઇટ્સની બાજુમાં જીવરાજ પાર્કમાં રહેતા વિરજીભાઇ રામજીભાઈ કાલરીયા જાતે પટેલ (ઉમર ૬૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વલમજીભાઇ ભુદરભાઇ કાલરીયા રહે.અંજની સોસાયટી આલાપ રોડ મોરબી તથા પરેશભાઈ ધનજીભાઈ પાંચોટિયા રહે.ગૌતમ સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઉંચીમાંડલ ગામની સીમમાં સર્વે નંબર ૧૨૬/૧ પૈકી ૧ ની જમીનમાંથી આશરે ૧૫૫૦ ચોરસ મીટર જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદની જાણ બહાર બનાવટી સંમતિપત્ર બનાવીને નગર નિયોજક પાસેથી લેઆઉટ પ્લાન મંજૂર કરાવી જમીનનો વપરાશી હક્ક દર્શાવી બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં વૃદ્ધે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે.
