મોરબીના ઉંચી માંડલ ગામે વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડનારા બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ
મોરબીના બંધુનગર પાસે રસ્તા ઉપર પડી જતાં રાહદારી યુવાનને હેમરેજ થવાથી મોત
SHARE









મોરબીના બંધુનગર પાસે રસ્તા ઉપર પડી જતાં રાહદારી યુવાનને હેમરેજ થવાથી મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી પગપાળા ચાલીને પસાર થઇ રહેલ યુવાન રસ્તામાં પડી જતા તેને હેમરેજ થઈ ગયું હતું જેથી યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે હાલમાં વેરોના સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઓરિસ્સાના મંગલ ઉર્ફે રાજુ જુકેતભાઇ ઉર્ફે ભુરાભાઈ આદિવાસી (ઉમર ૪૭) પગપાળા ચાલીને જતા હતા અને તે બીમાર હતા દરમિયાન તે પડી જતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની તપાસ કરી રહેલા મણીલાલ ગામેતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાન રસ્ત ઉપર પડી જતાં તેને માથામાં હેમરેજ થઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું
અકસ્માતમાં ઇજા
મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના રાજનગરમાં રહેતાં રાજુભાઈ સામાભાઈ બારીયા (૩૨) સીડી ચડતા સમયે પડી જવાથી માથાના ભાગે ઈજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા રેસમાંબેન આમદભાઈ લંઘા (૩૨) પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને રેસમાંબેનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર ગામે રહેતા અશોકભાઈ નારણભાઈ અમૃતિયા (૪૯) પોતાનું એકટીવા લઈને જેતપર ગામ થી વાઘપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું જેથી અશોકભાઈને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
