મોરબીના બંધુનગર પાસે રસ્તા ઉપર પડી જતાં રાહદારી યુવાનને હેમરેજ થવાથી મોત
મોરબીના લાતી પ્લોટમાં મશ્કરીની વાતમાં તલવાર-ધારીયા વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ
SHARE









મોરબીના લાતી પ્લોટમાં મશ્કરીની વાતમાં તલવાર-ધારીયા વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૮ પાસે જોન્સનગરમાં રહેતા યુવાનો અંદરો અંદર મશ્કરી કરતા હતા અને ત્યારે મશ્કરીની બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેની સામસામી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે એક ગુનામાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલા રફિકભાઈ નુરમામદભાઈ જામ (૨૮) રહે. લાતી પ્લોટ શેરી નં-૮ જોન્સનગર વાળાએ સાજીદ સબ્બીર જેડા, નેકમામદ સલેમાન ભટ્ટી, ફિરોજ નેકમામદ જેડા અને જાવેદ નેકમામદ ભટ્ટીની સામે ફરિયાદ નોંધાવી હતી કે સાજીદ તેની મશ્કરી કરતો હોય મસ્તી કરવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ અન્ય શખ્સોએ ત્યાં આવીને લોખંડના પાઇપ, ધારિયા તેમજ તલવાર વડે હુમલો કર્યો હતો અને ત્યારે રફિકભાઈ, નસીમબેન અને નજમાબેનને માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રફીકભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ નં. ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે સાજીદ સબ્બીર જેડા જાતે મિયાણા (૩૦), નેકમામદ સલેમાન ભટ્ટી જાતે મિયાણા (૫૫), ફિરોજ નેકમામદ ભટ્ટી જાતે મિયાણા (૩૩) અને જાવેદ નેકમામદ ભટ્ટી (૨૨) રહે, બધા લાતી પ્લોટ-૮ જોન્સ નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે રામધન આશ્રમ પાસેથી પસાર થતા નવલસિંહ જાલમસિંહ ઝાલા (૬૨) રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી વાળા બાઇકમાંથી નીચે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ પાવન પાર્કમાં રહેતા શ્રીરામ વસનજી અમલાણી (૬૯) ને બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવવાની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
