મોરબીના લાતી પ્લોટમાં મશ્કરીની વાતમાં તલવાર-ધારીયા વડે હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે થયેલ સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબીના રફાળેશ્વર ગામેથી બે માસ પહેલા સગીરાનુ અપહરણ થયું હતું જે અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ દ્વારા હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના વિસ્તારમાં આવેલ રફાળેશ્વર ગામેથી આશરે બે માસ પહેલા સગીરવયની યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેથી કલમ ૩૬૩,૩૬૬ (અપરણ) અને પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.જે બનાવમાં હાલમાં તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા દિલિપ ઉર્ફે દિગો સવજી સુરેલા કોળી (ઉમર ૨૦) રહે.રામજી મંદિર પાસે રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
ધાંગધ્રાનો રહેવાસી નવઘણ પોપટભાઇ દેવીપુજક નામનો ૩૩ વર્ષીય યુવાન તેના ઘર પાસે શેરીમાંથી બાઈક લઈને જતો હતો અને રસ્તામાં તે નિચે પડી જતા તેને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મિંયાણાના વેજલપર ગામે રહેતો જયેશ ચતુરભાઈ ધાનજા નામનો ૪૭ વર્ષીય યુવાન તેના ઘરેથી વાળા તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત થયેલા જયેશ ધાનજાને પણ સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તે રીતે જ મોરબીના લાલપર ગામે રહેતા ભાવિશાબેન રજનીશભાઇ ભલસોડ નામની મહિલા સરતાનપર રોડ ઉપરથી બાઇકમાં બેસીને જતી હતી ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતા ઈજાગ્રસ્ત થયેલા ભાવિશાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારા તાલુકાના સજજનપર ગામે રહેતા થોભણભાઈ નાથાભાઈ ઘોડાસરા નામના ૭૪ વર્ષીય વૃધ્ધ નવા-જુના સજજનપર વચ્ચેથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પીપળી રોડ ઉપર મોંન્ઝા સિરામીક પાસે થયેલ મારામારીના બનાવમાં અજય રણવીરસિંગ નાયક નામના ૧૮ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
