મોરબી-માળીયાના ખેડૂતોના પાકને બચાવા માટે સિચાઈનું પાણી આપતી સરકારનો આભાર: કાંતિભાઈ અમૃતિયા
મોરબીના કેરાળા પાસે મહિલાનું ગળું દબાવીને-માથામાં બોથડ પદાર્થ ઝીકિને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું
SHARE









મોરબીના કેરાળા પાસે મહિલાનું ગળું દબાવીને-માથામાં બોથડ પદાર્થ ઝીકિને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું
મોરબી તાલુકાના કેરાળા ગામ પાસે સીમમાં આવેલ કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું તેમાં મહિલાનું ગળાને દબાવીને તેમજ માથામાં બોથળ પદાર્થ મારીને તેનું મોત નીપજાવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ હતું જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે બે દિવસ પહેલા સવારના ૧૦:૪૫ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના કેરાળા ગામ પાસે સીમમાંથી નીકળતી કેનાલમાં મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેથી કરીને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળતા હોવાથી તેને પીએમ માટે પ્રથમ મોરબી અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાને માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ મારીને તેમજ ગળું દબાવીને અને ગળાના નઢિયાના ભાગે તીક્ષણ હથિયાર મારીને તેનું મોત નિપજાવવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.બી. પીઠિયા દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
