ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

ગોકળગતિનો ઉત્તમ નમૂનો: મોરબી કલેક્ટર કચેરી સામે ન્યાય માટે વિકલાંગનું ઉપવાસ આંદોલન


SHARE

















ગોકળગતિનો ઉત્તમ નમૂનો: મોરબી કલેક્ટર કચેરી સામે ન્યાય માટે વિકલાંગનું ઉપવાસ આંદોલન

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરનાર નાના ખીજડીયાના વરણ નરશીભાઈ ભીખાભાઈ વર્ષ ૨૦૦૮ માંગણી  કરી રહ્યાં છે અને તેને ટંકારા તાલુકા પંચાયત કચેરીએ પણ સાંથણી તથા સૌ.વા.ની માંગણી માટે ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે ટંકારાના અધિકારીઓ દ્વારા સમજુતી કરાવી આંદોલન પૂરું કરાવ્યુ હતું ત્યાર બાદ ૨૦૧૮ એટલે કે, દસ વર્ષ સુધી કોઈ પણ જાતનુ નિરાકરણ નહી આવતા વર્ષ ૨૦૧૮ મા ફરી વખત વરણ નરશીભાઈ ભીખાભાઈ આંદોલન પર બેઠા હતા

ત્યારે પણ ટંકારા મામલતદાર, મોરબીના પ્રાંત અધિકારી દ્વારા જમીન સાંથણીમા મુકવાની પ્રક્રિયા બાબતે  કલેક્ટર દ્વારા સમજુતી કરાવી હતી અને ૧૦ દિવસમાં ડી.આઈ.એલ.આર. મોરબી દ્વારા તે જમીનની માપણી થઈ જવા ખાત્રી આપવામાં આવેલ હતી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા  હકારાત્મક અભિપ્રાય રજુ થયેથી પ્રાંત અધિકારી દ્વારા ૩૦ દિવસમા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવી વહિવટી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી છતા ગુજરાત સરકારના પરિપત્ર ક્રમાક : વસપ - ૧૦૨૦૦૫ - ૬૫ - અ (પાર્ટ ફાઈલ) નુ અમલવારી કરવામાં આવેલ નથી વર્ષોથી એક વિકલાંગને આ સરકારના અધિકારીઓ દોડાવી રહ્યા છે આમા જવાબદાર તમામ વ્યક્તિઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરી તેમના પર કાનુની કાર્યવાહી કરવામા  આવે તેમજ ઉપવાસ આંદોલન પર બેઠેલ વરણ નરશીભાઈ ભીખાભાઈની માંગણી માટે ઝડપી કામગીરી કરી  તેમની માંગ પૂર્ણ કરીને તેની માંગણીઓ અને લાંગણીને સંતોષી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે અશ્વિનકુમાર ટુંડીયા, સિરાજભાઈ સમા, આરીફભાઈ બ્લોચ, યુનુસભાઈ પલેજા, પ્રવિણભાઈ ચૌહાણ, છગનભાઈ ચૌહાણ, ફારૂકભાઈ જામ, મગનભાઈ વરણ, ભીમજીભાઇ ચૌહાણ, સકિલ પીરજાદા, રમેશભાઈ ચૌહાણ, જીવરાજભાઈ રાણા, પ્રવિણભાઈ ગોહિલ સહિતના હાજર રહ્યા હતા




Latest News