મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા


SHARE









વળતરની રાહ: વાંકાનેરના ધરમનગરમાં એક ડઝન ઘરના નળિયા ભારે પવન-વરસાદથી ઊડી ગયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં ગત તા ૨૬ ના રોજ મોડી રાતે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે વાંકાનેરની આસપાસના વિસ્તારમાં પણ પવન અને વરસાદ હોવાથી ઘણી નુકસાની થઈ હતી દરમિયાન ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા પણ ભારે પવનના કારણે ઉડી ગયા હતા અને આ બાબતની જાણ તલાટી મંત્રીને કરવામાં આવતા ધરમનગર ગ્રામ પંચાયતના તલાટી સ્થળ ઉપર આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્થળ ઉપર થયેલ નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારી વાંકાનેરને કરી આપ્યો હતો તેમ છતાં હજુ સુધી જે લોકોને નુકસાન થયું છે તેને કોઈ પણ પ્રકારનું વળતર સરકાર તરફથી મળેલ નથી. જેથી કરીને સરકાર તરફથી મળવા પાત્ર થતું વળતર નુકસાની થયેલા તમામ પરિવારોને ચૂકવવામાં આવે તેવી લાગણી અને માગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે




Latest News