મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં ઘર પાસે ઊભેલી કારમાંથી ૧૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE

















મોરબીના વજેપરમાં ઘર પાસે ઊભેલી કારમાંથી ૧૨ બોટલ દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ

મોરબી શહેરના વજેપર વિસ્તાર શેરી નં-૪ માં રહેણાંક મકાન પાસે ઊભેલી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા કારને ચેક કરવામાં આવતા કારમાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨૦૩૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વજેપર શેરી નં-૪ માં રહેતા અરવિંદભાઈ દાદુભાઇ બાટી જાતે ગઢવીના ઘર પાસે ઉભેલી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મોરબી એ ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે અરવિંદભાઈના ઘર પાસે ઊભેલી કાર નંબર જીજે ૯ બીએ ૮૪૫૬ ને ચેક કરવામાં આવી હતી અને આ કારમાંથી ૧૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને બે લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૨૦૩૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અરવિંદભાઈ દાદુભાઇ બાટી રહે. વજેપર શેરી નં-૪ વાળો ઘરે હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છી પીઠના નાકેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અવેશ ઉર્કે ચાયણો સલીમભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૭) રહે. મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતા ભાવેશ રાજેશભાઈ પીઠડીયા નામના ૨૨ વર્ષના યુવાનને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ ટોરેનો સિરામિક નામના યુનિટમાં મજૂરી કામ કરતો કુસોનુ જોગભાઈ કુકેલ નામના ૨૨ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાનને પણ બંધુનગર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો બંને બનાવો અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News