ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજના માટે અરજી કરી શકાશે
મોરબી નજીક અકસ્માતમાં અવસાન પામેલ-ઇજાગ્રસ્તોના પરિજનોને સહાય ચેકોનું વિતરણ કરતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા
SHARE









મોરબી નજીક અકસ્માતમાં અવસાન પામેલ-ઇજાગ્રસ્તોના પરિજનોને સહાય ચેકોનું વિતરણ કરતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા
ગત શુક્રવારે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી-કંડલા હાઈવે પર અકસ્માતમાં અવસાન પામેલા વ્યક્તોના વારસદારોને મૃતકદીઠ ચાર લાખ અને ઇજા પામેલ વ્યક્તિને પચાસ હજારના સહાય ચેકોનું વિતરણ કરી સાંત્વના આપી હતી.
મોરબીના મોરબી-કંડલા હાઈવે પર તા.૮/૫ ના રોજ ભરતનગર-અમરનગર ગામ પાસે ફોર વ્હીલ ગાડીમાં મોરબીના રવેશીયા-જોબનપૂત્રા પરિવારના સભ્યો હનુમાનજીના મંદીર મું.કટારીયા તા.ભચાઉ જી.કચ્છથી મોરબી ગામે પરત આવતા હતા જે ગાડીનું ડ્રાઈવર સાઈડનું ટાયર બ્રેસ્ટ(ફાટતા) થતા મોરબી તરફ આવવાના રોડનું ડીવાઈડર ક્રોસ કરી રોડની સામેની બાજુ આવતી એક ટેમ્પો ટ્રાવેલર્સમાં મઘાપર-કચ્છ ગામના સભ્યો સારંગપુર મંદીરના દર્શનેથી પરત ફરી રહ્યા હતા. આ ટ્રેમ્પો ટ્રાવેલર સાથે ગાડી અથડાઇ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. સામેથી આવતી ટેમ્પો ટ્રાવેલર્સ પાછળ આવતી એક કાર પણ ટેમ્પો ટ્રાવેલર્સ સાથે અથડાયેલ હતી. જેથી વાહન અકસ્માતનો બનાવ બન્યો હ્તો.
આ બનાવમાં મોરબી ગામનાં રવેશીયા-જોબનપુત્રા પરિવારના ૪(ચાર) સભ્યો તથા માધાપર(કચ્છ)ના એક સભ્ય એમ કુલ ૫(પાંચ) વ્યક્તિઓનું દુ:ખદ અવસાન થયું હતું. તેમજ ૦૯ વ્યક્તિને ઈજા થઇ હતી. જેમાં મોરબીનાં જોબનપૂત્રા પરિવારના ૧(એક) સભ્ય તથા માધાપર (કચ્છ)ના ૮(આઠ) સભ્યોનો સમાવેશ થાય છે. આ અસ્માત અન્વયે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતક દીઠ ચાર લાખ અને ઈજાગ્રસ્ત વ્યક્તિ દીઠ પચાસ હજારની સહાય સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે. જે પૈકી મોરબીના સ્વર્ગસ્થ ૪(ચાર) વ્યક્તિના વારસદારોને સોળ લાખની રકમના ચેક તથા ઈજાગ્રસ્ત વ્યક્તિ એકને પચાસ હજારનો ચેક રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હતભાગી કુટુંબનાં ઘરે જઇ સાંત્વના પાઠવી સહાયના ચેક અર્પણ કર્યા હતા.
આ સહાયની રકમ બે મહિનાથી ઓછા સમયમાં સત્વરે મંજૂર કરવા બદલ પરિવારજનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મોરબી તાલુકા મામલતદાર નિખીલ મહેતા, અગ્રણી સર્વ લાખાભાઇ જારીયા, કલ્પેશભાઇ રવેશીયા, આસીફભાઇ ધાંચી તેમજ પ્રતિકભાઇ રવેશીયા, રૂચિરભાઇ કારીયા વગેરેએ ઉપસ્થિત રહી હતભાગી પરિજનોને સાંત્વના પાઠવી હતી.
