મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજના માટે અરજી કરી શકાશે


SHARE









ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણ યોજના માટે અરજી કરી શકાશે

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમ (NSKFDC)નવી દિલ્હીના સહયોગથી મહિલા સમૃધ્ધિ (MSY), માઈક્રો ક્રેડિટ ફાઈનાન્સ યોજના (MCF), સીધા ધિરાણ યોજના (વિવિધ ધંધા/વ્યવસાય અને વાહન) (General Tearm Loan) યોજના હેઠળ ઓનલાઈન અરજીઓએ મંગાવવામાં આવે છે.

અત્રેનાં મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તારીખ:-૧૫/૭ સુધીમાં નિગમની વેબસાઈટ   https://esamajkalyan.gujarat.gov.inપર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૨૫/૭ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના જિલ્લા મેનેજર અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) – મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News