હળવદના ટીકર ગામે ખરાવાડમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા
SHARE









હળવદના ટીકર ગામે ખરાવાડમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા
હળવદ તાલુકાના ટીકર ગામે ખરાવાડમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સાત ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા અને તેની પાસેથી પોલીસે૫૮૭૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
હળવદના પીઆઇ એમ.વી.પટેલની સૂચના મુજબ પોલીસ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ખાનગી બાતમી મળી હતી તેના આધારે કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસોએ ટીકર ગામે રણની કાઠીના રોડ પર આવેલ કેનાલ પાસે ખરાવાડમાં જુગારની રેઇડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો મળી આવ્યા હતા જેથી કરીને કમલેશભાઇ ગાંડુભાઇ એરવાડીયા, હકેશભાઇ બાજાભાઇ વાંકડ, કિરણકુમાર રવજીભાઇ કણસાગરા, સંતોષભાઇ ઓધવજીભાઇ સીણોજીયા, અરવિંદભાઇ હીરજીભાઇ ગોઠી, અજયભાઇ ગોવિંદભાઇ એરવાડીયા અને વિનોદભાઇ જસમતભાઇ સીતાપરાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે રોકડ ૪૩,૭૦૦ અને ત્રણ મોબાઇલ મળીને ૫૮૭૦૦ નો મુદામાલ કબજે કરેલ છે
