મોરબીના શનાળા રોડ ઉપર દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત
SHARE









મોરબીના શનાળા રોડ ઉપર દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલ નજીક જાહેરમાં ઝેરી દવા પી જતા મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જોકે તેને પ્રાથમીક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવતા ત્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાડા રોડ ઉપર આવેલી એપલ હોસ્પિટલ પાસે એક અજાણી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી.જેથી તાત્કાલિક ૧૦૮ વડે તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી હતી જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું જો કે અજાણી મૃતક મહિલાના કોઈ વાલીવારસ મળી આવ્યા ન હોય ઉપરોક્ત ફોટા વાળી મહિલાને જો કોઈ ઓળખતું હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ફોન નંબર (૦૨૮૨૨ ૨૩૦૧૮૮) અથવા તપાસ અધિકારી પીએસઆઇ સોનારા મોબાઇલ નંબર ૯૮૨૫૭ ૯૦૮૮૫ અથવા એ.એમ.જાપડીયા મોબાઇલ નંબર ૯૭૧૪૦ ૬૪૪૧૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.
