વાંકાનેરના સરતનપર રોડે માટેલિયા વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









વાંકાનેરના સરતનપર રોડે માટેલિયા વોકળામાં ડૂબી જવાથી યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતનપર ગામ પાસે આવેલ માટેલિયા વોકળાના પાણીમાં ડૂબી જવાથી મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર ગામ પાસે માટેલીયા વોકળામાં યુવાન ડૂબી ગયો હોવા અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવી હતી અને મૃતક યુવાનના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ બનાવની પ્રાથમિક તપાસ કરવામાં આવી જેમાં મૃતક વ્યક્તિ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અહીંયા મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ ક્લાસિક સિરામિકની લેબર કોલોનીમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો હતો તે ઈશ્વર લક્ષ્મણ હેમરામ નામનો યુવાન હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
