મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત


SHARE









હળવદના ટીકર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લગતા યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં મજૂર યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં આવેલ આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહીને મજૂરી કામ કરતા ચંદુભાઈ મોહનભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉંમર ૨૬) ને વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બે બોટલ દારૂ

મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા જાતે ભાનુશાળી (ઉંમર ૨૦) રહે. વજેપર શેરી નં-૧૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News