હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુરમાં મહિલાની ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર મહિલા સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE

















વાંકાનેરના ચંદ્રપુરમાં મહિલાની ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર મહિલા સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર મહિલા સહિત ચાર દ્વારા કબ્જો કરી લેવામાં આવેલ છે અને ઉપજ નીપજ પણ લેવામાં આવી રહી છે અને તે જમીન ખાલી કરવા માટે મહિલાએ કહ્યું તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને મહિલાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે લેંડર ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા હનીફાબેન ગુલાબહુશેનભાઈ શેરશીયા જાતે મોમીન મુસ્લીમ (૪૦) એહમદહુશેન ગુલાબભાઈ શેરશીયા, ફૈજલ ગુલાબભાઈ શેશીયા, સોયબભાઇ ગુલાબભાઈ શેરશીયા અને રોશનબેન ગુલાબભાઈ શેરશીયા રહે. ચારેય ચંદ્રપુર વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની માલીકીની વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની સીમમા આવેલ સર્વે નં.૧૧૪ પૈકી ૨+૩ જમીન હેકટર ૦-૮૯-૦૩ વાળી ખેતીની જમીન આરોપીઓએ પચાવી પાડવાના આશયથી કબ્જો કરી લઇ હાલ સુધી પોતાના કબ્જામા રાખી ઉપજ નીપજ મેળવતા હોય ફરીયાદી તથા તેણીના પતિએ આરોપીઓને આ જમીન ખાલી કરી સોપી આપવા જણાવતા ફરીયાદી તથા સાહેદને ગાળો બોલી મારવા દોડી હવે પછી આ બાજુ આવશો તો જાનથી મારી નાખશુ તેવી ધાક ધમકી આપી આપી હતી જેથી કરીને મહિલાની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News