વાંકાનેરના ચંદ્રપુરમાં મહિલાની ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર મહિલા સહિત ચાર સામે લેન્ડ ગ્રેબિંગ
વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
SHARE









વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક તેમજ શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત આ સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો જેમાં મંત્રી આર.સી. મકવાણા, મહામંડલેશ્વર 1008 મહંત ભારતી બાપુ, મુકેશભાઇ મકવાણા (સુરેન્દ્રનગર) તેમજ કોળી સમાજના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિતના સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં શૈક્ષણિક ક્રાંતિ સમાજમાં આવે તે મુદ્દા ઉપર તમામ આગેવાનોએ ભાર મૂક્યો હતો
