હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ: પાંચ જુગારી ૧૦ હજારના મુદામાલ સાથે પકડાયા


SHARE

















મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડ: પાંચ જુગારી ૧૦ હજારના મુદામાલ સાથે પકડાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે જાહેરમાં અને સુપર ટોકીઝ પાસે પણ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે બે જુદી જુદી જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને પાંચ જુગારીઓની ૧૦ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે શીતળા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતાઓની મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કુંવરજીભાઈ વશરામભાઈ કાવર (૬૦), મનસુખભાઈ મહાદેવભાઇ કાલરીયા (૬૨) અને શીવાભાઈ પોપટભાઈ ફેફર (૬૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી શહેરમાં સુપર ટોકીઝ પાસે જાહેરમાં વરલી ફીચર જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઈબ્રાહીમભાઇ ઓસમાણભાઈ પલેજા જાતે સંઘી (૫૨) રહે વીસીપરા બિલાલી મસ્જિદ અને ગુલામહુસેનભાઇ આમદભાઈ ગાલબ જાતે ઘાંચી (૪૮) રહે. મહેન્દ્રપરા શેરી નંબર ૨૧ વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે ૪૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News