વાંકાનેરમાં કોળી કેરિયર એકેડમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ
SHARE









વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરમાં પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ સી ટીમના માણસો અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન જીનપરા જકાતનાકા પાસેથી ચાર બાળકો મળી આવ્યા હતા તેની પુછ્પરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનુ જણાવતા હતા અને તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું સામે આવ્યું હતું અને અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.૧૦, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.૮, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.૬ અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.૫ હોવાનુ સામે આવ્યું હતું જેથી કરીને તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપેલ છે આ કામગીરી હીરાભાઈ તેજાભાઈ મઠીયા, દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા મહીલા પો.કોન્સ સંગીતાબેન બાબુભાઈ નાકીયા તથા રેશ્માબેન મહમંદઈકબાલભાઈ સૈયદ દ્વારા કરવામાં આવી હતી
