વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો
SHARE









વાંકાનેરના સરકારી વકીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરની કોર્ટમાં સરકારી વકીલ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા સી.એલ. દરજીની માતર તાલુકામાં બદલી કરવામાં આવતા તેનો વિદાય સમારોહ વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ અનિરુદ્ધસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં એડિશનલ જજ એ.આર. રાણા, સિનિયર સિવિલ જજ શર્મા, તેમજ એસ.કે પટેલ હાજર રહ્યા હતા અને વિદાય લેતા સરકારી વકીલ સી.એલ. દરજીનું સાલ ઓઢાળીને બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો સહિતનાએ સન્માન કર્યું હતું અને તેની સાથોસાથ તાજેતરમાં જ વાંકાનેરની કોર્ટમાં મુકાયેલા જજ એસ.કે પટેલને આવકારીને તેનું પણ સન્માન બાર એસો.ના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાર એસો.ના ઉપપ્રમુખ પ્રીતિ શાહ, જોઇન્ટ સેક્રેટરી એમ.આર સોલંકી, કમલેશભાઈ ચાવડા, સરકારી વકીલ આશાબેન પટેલ તેમજ બાર એસો.ના તમામ સભ્યો અને કોર્ટનો સ્ટાફ હાજર રહ્યો હતો
