મોરબીમાં જમીન બચાવો, પર્યાવરણ બચાવો બાઇક રેલીનું લાયન્સ કલબ દ્વારા સ્વાગત કરાયું
મોરબી : ડો.હિરેન મહેતાએ દશ વર્ષની મહેનતે બનાવ્યુ ગુજરાતીઓ માટે રીયલ એસ્ટેટ પોર્ટલ
SHARE









મોરબી : ડો.હિરેન મહેતાએ દશ વર્ષની મહેનતે બનાવ્યુ ગુજરાતીઓ માટે રીયલ એસ્ટેટ પોર્ટલ
પ્રોફેસર ડોક્ટર હિરેન મહેતા છેલ્લા સાત વર્ષથી જમીન મકાનની લે વેચ ઉપર રિસર્ચ વર્ક કરી રહ્યા હતા.યુએસ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ આ આધુનિક પોર્ટલે માન્યતા આપી છે જેમાં દરેક મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને અમીર વર્ગ માટે ઘર પ્લોટ, મકાન, ખેતર, ઔદ્યોગિક જમીન, ખેતીની જમીન, વિદ્યાર્થીઓ માટેના ભાડે મકાન, વેકેશન પ્રોપર્ટી જેવી અલગ અલગ પ્રોપર્ટી માટેનું એક રિયલ એસ્ટેટ મોડલ બનાવ્યું છે આ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર જમીન મકાનના કાયદાકીય રીતે લોન માટે તેમજ લે વેચ માટે ગુજરાતનું રીયલ એસ્ટેટનું મોટુ પ્લેટફોર્મ બનાવ્યું છે.વિદેશોમાં રહેતા ગુજરાતીઓ માટે તેમજ ભારતમાં રહેતા ગુજરાતીઓ અને ગુજરાતમાં રહેતા ગુજરાતી માટે રીયલ એસ્ટેટ પોર્ટલ મદદરૂપ બની રહેશે.
ડોક્ટર હિરેન મહેતા ૨૦૧૧ માં રીયલ એસ્ટેટ ઉપર પોતાનું રિસર્ચ વર્ક ચાલુ કર્યું હતું પરંતુ દસ વરસની મહેનત બાદ આ પોર્ટલ કંઈક વિશેષ બનાવ્યું છે જેની અંદર ગુજરાતના લોકો માટે જ બનાવ્યું છે.સામાન્ય રીતે વન બીએચકે, ટુ બીએચકે અને થ્રી બીએચકે ભાડે માટેનો ડેટા ખૂબ ઓછો હોય છે.પરંતુ પોતે માયફેર પ્રોપર્ટી ડોટ કોમ કરીને એટલે કે મારી સાચી મિલકત એવું નામ આપ્યું છે.ટૂંક સમયમાં પુનાની કંપની સાથે રીયલ એસ્ટેટનું પોર્ટલ બનાવ્યું છે જેમાં દુબઈ, અમેરિકા, સિંગાપોર, મલેશિયા, બ્રિટન જેવા દેશોના ગ્રાહક સાથેનો પાયલોટ સ્ટડી સક્સેસ રહ્યો છે.ટૂંક સમયમાં આ રીયલ એસ્ટેટ પોર્ટલ જમીન મકાનનું સંપૂર્ણપણે સોલ્યુશન આપે એવું ખરા અર્થમાં મહેનત રંગ લાવી છે. ડોક્ટર હિરેન મહેતા પોતે પીએચડી ઇન ફાઇનાન્સ કરેલું છે તેમજ છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેશનલ લેવલે રિસર્ચ વર્ક કર્યું છે.જેમાં એજ્યુકેશન લેવલે બે પ્રોજેક્ટ વર્લ્ડ બેંકની ગ્રાન્ટમાંથી કર્યું હતું અને હાલ ભારતીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદમાં પણ હાયર એજ્યુકેશનમાં પણ યોગદાન આપેલું છે.ડો.હિરેન મહેતા ઇન્ટરનેશનલ અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટમાં યંગ બેસ્ટ ફેકલ્ટીનો એવોર્ડ પણ કોરોના કાળ દરમ્યાન અમેરિકામાં જીત્યા હતા
