હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા
SHARE









હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદની ડી-૧૩ કેનાલમાં ગાબડું: ખેતરમાં પાણી ફરી વળ્યા
સરકાર દ્વારા ખેડૂતોને કેનાલમાંથી સીંચાઈનું પાણી મળે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હળવદના ઢવાણા અને જીવા ગામ પાસે નર્મદાની કેનાલમાં ગાબડુ પડતા કેનાલના પાણી અંદાજે ૩૦ વીઘા જેટલા ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને મોટું નુકશાન થયું છે
હાલમાં નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રાના જીવા અને હળવદના ઢવાણા ગામ પાસે કેનાલમાં આજે સવારે ગાબડું પડ્યું હતું અને નર્મદાની ડી-૧૩ નંબરની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં નર્મદાનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને ઘનશ્યામભાઈ શામજીભાઈ, શામજીભાઈ નાગરભાઈ, વિનોદભાઈ શીવાભાઈ દલવાડી, નરસીભાઈ શામજીભાઈ, પ્રવિણભાઈ ગોરધનભાઈ સહિતના ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જતાં ૩૦ વીઘા જેટલા પાકને નુકશાન થયું છે અને ચોમાસા પહેલા આગોતરા વાવેતર કરનારા ખેડૂતોને હાલમાં માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે
