હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી એસપી કચેરી પાસે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE

















મોરબી એસપી કચેરી પાસે આધેડે કર્યો આપઘાતનો પ્રયાસ

માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા આધેડની દીકરીને ભગાડી જઈને લગ્ન કરી લેનારા યુવાનના પિતા સહિતના સામે દીકરીના પિતાએ ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે દરમ્યાન આરોપીઓની ધરપકડ કેમ કરવામાં આવતી નથી તેવું કહીને ફરિયાદી દ્વારા એસપી કચેરી ખાતે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તેને અહી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે

થોડા દિવસો પહેલા માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે રહેતા કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા જાતે અનુજાતી (ઉ.૫૦)એ અમ્રુતભાઇ પરમાર, અમ્રુતભાઇની પત્ની, અમ્રુતભાઇનો મોટો દિકરો, અમ્રુતભાઇના મોટા દિકરાની પત્ની, અમ્રુતભાઇના નાના ભાઇ ભરતભાઇ પરમાર અને અમ્રુતભાઇના બીજા નાના ભાઇ રહે. બધા વાઘપરા શેરી નં-૮ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯/૧૧/૨૦૨૧ ના સવારના સાડા દસેક વાગ્યાના અરશામા મોરબીના વાઘપરા શેરી નં-૮ મા આરોપી અમ્રુતભાઇના રહેણાંક મકાન પાસે જાહેર શેરીમા અમ્રુતભાઇના દીકરા ધીરેન ફરીયાદીની દિકરી મીનાને ભગાડીને લઈ ગયો હતો અને રજીસ્ટર મેરેજ કરી લીધેલ છે જે બાબતે ફરીયાદી તથા સાહેદો અમ્રુતભાઇના ઘરે પોતાની દિકરી મીનાને છુટાછેડા કરાવી પરત સોંપી આપવા માટે સમજાવા ગયા હતા ત્યાર બાદ ઘણા સમય પછી એટ્રોસીટી સહિતની કલમ હેઠળ આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા પુરાવા શોધવા અને નિવેદન લેવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં આરોપીની ધરપકડ કેમ કરતાં નથી તેવું કહીને ફરિયાદી કેશવજીભાઇ ત્રીકમભાઇ ચાવડા દ્વારા એસપી કચેરી પાસે આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે




Latest News