મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ
SHARE









મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયા થઈને માળિયા જતો રસ્તો અતિબિસ્માર: લોકો ત્રાહિમામ
મોરબીના નવલખી રોડથી ગોરખીજડીયાથી નવાગામ અને ત્યાંથી માળિયા જતો રસ્તે ખુબ જ બિસ્માર હાલતમાં હોય તાત્કાલિક રીપેરીંગ કરવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડથી ગોર ખીજડીયા દેરાળા નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ રોડ વચ્ચેના ગામોને મોરબી તેમજ માળિયા તાલુકા મથકે જવા માટેનો ખુબજ અગત્યનો રસ્તો છે. જેને તાત્કાલિક રીપેર કરવો પડે તેવી હાલતમાં છે.
સરકારના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા છાછ વારે જુદા જુદા રસ્તાઓ મંજુર કરવાના સમાચારો આપવામાં આવે છે ત્યારે દરિયા કાઠે કે જ્યાં લોકોને ચાલવાનું ખાસ હોતું નથી તેવા વવાણિયા, બગસરા, જાજાસર માળિયા રોડને મંજૂર કરતાં હોય તો આ રોડ ઓછા ખર્ચમાં પણ થઈ શકે તેમ છે અને ઘણા લોકોને ઉપયોગી થઈ શકે તેમ છે તો તેને શા માટે મંજુર કરવામાં આવતો નથી જો આ રોડનું કામ નહીં કરવામાં આવે તો લોકોને અંદોલન કરવું પડશે
