હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ, વીજળી, સિંચાઈ અને ખાતર તે માટે પ્રયત્નશીલ: રાઘવજીભાઈ પટેલ


SHARE

















ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ, વીજળી, સિંચાઈ અને ખાતર તે માટે પ્રયત્નશીલ: રાઘવજીભાઈ પટેલ

ગત રવિવારે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કિશાન એગ્રો મોલના ખેડૂત ગ્રાહકોના ઈનામી ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે હળવદ માર્કેટિંગ યાર્ડની ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓની સરાહના કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવા ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, વીજળી, સિંચાઈ અને ખાતર વગેરે સસ્તા દરે અને ઝડપી મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે .

 વધુમાં જણાવ્યું હતું કે, ખેડુતોને ૩ લાખ સુધીનું પાક ધિરાણ વગર વ્યાજે આપવામાં આવી રહ્યું છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓમાં પણ સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. ખેડૂત સમૃધ્ધ બનશે તો ગામ સમૃદ્ધ બનશે અને ગામ સમૃદ્ધ બનતા ભારત દેશ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યું હતુ. ઉપરાંત ખેડૂતોને કોઈ પણ પ્રશ્નો હોય તેમની પાસે રજૂ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનુ નિરાકરણ કરવું એ મારું સૌભાગ્ય હશે. આ તકે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા અને મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતેના કિશાન એગ્રો મોલમાં ૧૦ હજારથી વધુની ખરીદી કરતા ખેડૂતોને ઇનામી કુપન આપવામાં આવે છે અને વર્ષમાં એકવાર આ ઇનામી કુપનોનો ડ્રો કરી ખેડૂતોને ઈનામોનું વિતરણ કરવામાં આવે છે. આ તકે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેડૂતોના ઈનામી ડ્રો કરવામાં આવ્યા હતા અને પ્રતિક સ્વરૂપે પ્રથમ ઈનામ મીની ટ્રેક્ટર મહાનુભાવોના હસ્તે ખેડૂત લાભાર્થી વતી હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ કુંડલિયાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ ખેડૂતો ઉપયોગી સ્ટોલ તમેજ એગ્રો કૃષિ મોલનું નિર્દશન પણ કર્યું હતું. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ માર્કેટિંગ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ તથા અગ્રણી સર્વ કાનજીભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, વિઠ્ઠલબાપા, રાજુભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા




Latest News