ડબલ એન્જિનની સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ, વીજળી, સિંચાઈ અને ખાતર તે માટે પ્રયત્નશીલ: રાઘવજીભાઈ પટેલ
મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓની સાથે સમાજના મેડિકલ ક્ષેત્રના કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો મોરબીમાં છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરતુ વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ભાવની પાર્ટી પ્લોટ, રચના સોસાયટી પાછળ શોભેશ્વર રોડ મોરબી ખાતે "વંદન, અભિનંદન - કોરોના વોરિયર્સ" નામનો વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં સમાજના ધો. ૧ થી કોલેજ સુધીના ૮૦ થી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ તેમજ રોપા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કોરોના કાળમાં પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર સેવા કરનાર સમાજના મેડિકલ ક્ષેત્રના ડોકટર, નર્સિંગ સ્ટાફ સહિતના કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા લોક ગીત, નાટક સહિતના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા
