મોરબીની મહેન્દ્રનગર ચોકડી નવા બનતા બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
મોરબીમાં દસ કલાક પહેલા જ સાસરે ગયેલ પરિણીતાએ કર્યો આપઘાત
SHARE









મોરબીમાં દસ કલાક પહેલા જ સાસરે ગયેલ પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતી પરણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક પરણીતાના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મૃતકના પિતા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સાસરીયાઓના ત્રાસના કારણે તેની દીકરીએ આપઘાત કર્યો છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નં-૨ માં રહેતા પ્રકાશભાઈ ગીરીશભાઈ ચૌહાણના પત્ની વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉંમર ૨૨) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના અમૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી વધુમાં મૃતકના પિતા સુરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા એક પખવાડીયાથી તેમની દીકરી તેઓના ઘરે હતી અને દસ કલાક પહેલા જ તેને તેના સાસરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને આપઘાત કરી લીધો છે અને અગાઉ પણ જયારે ઘરે આવતી હતી ત્યારે સાસરિયાંનો ત્રાસ હોવાનું તેઓને તેની દીકરી કહેતી હતી અને હાલમાં સાસરીયાઓના ત્રાસના કારણે જ તેની દીકરીએ અંતિમ પગલું ભરી લીધેલ છે તેવું મૃતકના પિતા કહી રહ્યા છે
