હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નવા બનતા બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE

















મોરબીની મહેન્દ્રનગર ચોકડી નવા બનતા બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી પીપળી રોડ ઉપર જતા રસ્તે નવા બનતા બાંધકામમાં ત્રીજા માળેથી નીચે પટકાવવાના કારણે યુવાને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી આગળ પીપળી રોડ ઉપર નવા બનતા બાંધકામમાં અર્જુન છનાભાઈ કોળી (ઉંમર ૩૦) રહે. મહેન્દ્રનગર વાળો કામગીરી કરી રહ્યો હતો ત્યારે તે ત્રીજા માળ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાથી અર્જુન કોળીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

બિયરના બે ટીન

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૩ માંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા ૨૦૦ ની કિંમતનો બીયરનો જથ્થો કબજે કરીને શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટિયા જાતે મિયાણા (ઉંમર ૨૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૩ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મળી આવેલા બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News