મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવા માટે મંત્રીને ભાજપના આગેવાનની રજૂઆત
મોરબીમાં પ્રોપેન ગેસની નેચરલ ગેસને ટક્કર: ૧૫૦થી વધુ ઉદ્યોગકારો વૈકલ્પિક ગેસ તરફ વળ્યા
SHARE









મોરબીમાં પ્રોપેન ગેસની નેચરલ ગેસને ટક્કર: ૧૫૦થી વધુ ઉદ્યોગકારો વૈકલ્પિક ગેસ તરફ વળ્યા
મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાલમાં તેમના યુનિટમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, સિરામિક માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા ૧૫૦ જેટલા યુનિટોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજની તારીખે પ્રોપેન ગેસના ભાવ નેચરલ ગેસની સામે ૧૪ રૂપિયા ઓછા છે જેથી કરીને ૧૫૦ થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને હાલમાં નેચરલ ગેસનો ઉપયોગ કરતાં સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે જેથી કરીને આગામી દિવસોમાં હજુ પણ પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તેવી પૂરેપુરી શ્ક્યતા છે
મોરબી સીરામીક ઉદ્યોગના અચ્છે દિન કયારે આવશે તેવો ગણગણાટ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે તેવામાં નેચરલ ગેસની સાથે સાથે પ્રોપેન ગેસનો પણ વિકલ્પ ખુલ્લો રાખનારા ઉદ્યોગકારો માટે હાલમાં અચ્છે દિન આવી ગયા છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમ કે, હાલમાં મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો દ્વારા તેમાં કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેને નેચરલ ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો પડી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અહીના ઉદ્યોગમાં પહેલા કોલ ગેસ વપરાતો હતો જેને બંધ કરાવવામાં આવ્યા બાદ નેચરલ ગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ મોરબીના ઉદ્યોગકારો પાસે હતો નહીં જો કે, નેચરલ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને આહની તારીખે ઘણા કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને પહેલા ૧૦૦ જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જો કે, આજની તારીખે ૧૫૦ કરતાં વધુ સિરામિક કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ લગભગ ૧૦૦ થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવા માટેની કવાયત ચાલી રહી છે મોરબી સીરામીક ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબીમાં ૬૪ રૂપિયાની આસપાસના ભાવેથી ટેક્સ સાથે નેચરલ ગેસ સિરામિક ઉદ્યોગકારોને આપવામાં આવે છે જો કે, ગુજરાત ગેસના ભાવ કરતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં પ્રોપેન ગેસ ૧૪ રૂપિયા સસ્તો પડી રહયો છે જેથી કરીને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને જો સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો માલની પડતર કિંમત નીચી આવે છે જેથી કરીને નેશનલ અને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ ઑક્સીજન સમાન બની રહયો છે
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ૧૫૦ કરતાં વધુ કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં મોરબીની આસપાસમાં આવી રહેલા નવા યુનિટ તેમજ જૂના યુનિટોમાં લગભગ ૧૦૦ થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસના ટેન્ક મૂકવામાં આવે તેવી શક્યતા છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન તૂટી ગયેલ હતી ત્યારે મોરબીના કારખાનેદારો થડ સમય માટે મુશ્કેલીમાં મુકાયા હતા જો કે, ભવિષ્યમાં આવી પરિસ્થિતી ન આવે તે માટે પ્રોપેન ગેસની સપ્લાઈ કરતી કંપની દ્વારા ગેસની યોગી વ્યવસ્થા કરી લેવામાં આવે તે જરૂરી છે જો કે, હાલમાં જે કારખાનામાં નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો વપરાશ કરીને ઉત્પાદન કરવામાં આવી રહયું છે તેમણે પ્રતિ કિલોમાં ૧૪ રૂપિયાનો ભાવ ફેરનો લાભ મળી રહ્યો છે જેથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરનારા કારખાનેદારોને હાલમાં આચ્છેદિન છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી
