મોરબીમાં પ્રોપેન ગેસની નેચરલ ગેસને ટક્કર: ૧૫૦થી વધુ ઉદ્યોગકારો વૈકલ્પિક ગેસ તરફ વળ્યા
મોરબીના જલારામ મંદિર ખાતે યોજાએલ કેમ્પમાં ૧૯૮ લોકોએ વિનામુલ્યે નેત્રમણીનો લાભ મેળવ્યો
SHARE









મોરબીના જલારામ મંદિર ખાતે યોજાએલ કેમ્પમાં ૧૯૮ લોકોએ વિનામુલ્યે નેત્રમણીનો લાભ મેળવ્યો
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમા નેત્રમણી કેમ્પ યોજાયો
સમગ્ર ગુજરાતની નંબર ૧ ગણાતી આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની તા.૪ ના રોજ શ્રી જલારામ પ્રાર્થના મંદિરે યોજાય છે. જે અંતર્ગત આજે તા.૪-૭ ને સોમવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.જેમા ૧૯૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.તે ઉપરાંત ૯૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા હતા.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ. હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી આમરણ વાળા પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૩૪૯૦ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૧૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૯૭ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા.પુર્વ ધારસભ્ય કાંતીલાલ અમૃતીયા હાજર રહ્યા હતા.
મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પ સંપન્ન
મોરબીના મધુરમ ફાઉન્ડેશન દ્વારા ગત તા.૩ ને રવિવારના રોજ અહિંના ધનવંતરી ભવન કાયાજી પ્લોટ-૩ ખાતે મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આયુર્વેદિક પદ્ધતિએ નિદાન ચિકિત્સા અને સારવાર કરવામાં આવી હતી.આ કેમ્પમાં રાજકોટના નિષ્ણાંત ચિકિત્સકો ડો.કૌશલ વ્યાસ, ડો.શ્રદ્ધા વ્યાસ તથા ડો.હરદેવસિંહ પરમાર તેમજ મોરબીના ડો.મધુસુદન પાઠક દ્વારા સેવા આપવામાં આવી હતી.આ કેમ્પનો ૯૬ જેટલા દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો તેમજ તે દિવસે રોપા વિતરણનો પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટની સામે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં જુદા જુદા ૯૦૦ પ્રકારના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ મધુરમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
