હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં


SHARE

















મોરબીના વાવડી રોડ ઉપર રોડ ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા બાબુભાઈ હરસુરભાઇ નાગલા નામના ૭૭ વર્ષીય વૃદ્ધ શહેરના વાવડી રોડ ઉપર રામદેવપીર મંદિર નજીક જનકનગર સોસાયટીના નાકા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.એ ડિવિજન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્રારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા મેહુલ કિરીટભાઈ પનારા નામના ૩૨ વર્ષના યુવાનને નંદનવન સોસાયટી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કબ્રસ્તાનની પાસેથી બેભાન હાલતમાં હસીનાબેન કુલાભાઇ ભાણેસીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના જુના બસ સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવવામાં માળીયા મિંયાણાના નવી નવલખી ખાતે રહેતા હસનભાઈ સલેમાનભાઈ જામ નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીની અવધ સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ શેરસીયાનો ૧૪ વર્ષીય પુત્ર યોગી શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસેથી બાઈકમાં બેસીને જતો હતો.તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી યોગી પ્રવીણભાઈ શેરસિયા નામના ૧૪ વર્ષીય બાળકને પણ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સંગ્રામ કડવાભાઈ મેવાડા (૩૫) અને પોપટ પુના ભરવાડ (૨૩) નામના બે યુવાનોને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એસાર પંપ નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી બંનેને સારવારમાં ખેંચાડવામાં આવ્યા હતા.જ્યારે શહેરના સામાકાંઠે સૌઓરડી પાસે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા મણીબેન જેઠાભાઇ સોલંકી નામના ૫૬ વર્ષીય વૃદ્ધાને શેરીમાં કોઇ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેઓને ઇજાઓ થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.




Latest News